Join Our WhatsApp Group Join Now

CSC Digital Seva kendra : જન સુવિધા કેન્દ્ર ખોલવા માટે ઘરે બેઠા કરો અરજી, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

CSC Digital Seva kendra : કેન્દ્ર સરકાર દ્વારા શહેરી અને ગ્રામીણ એમ બંને વિસ્તારોમાં જન સુવિધા કેન્દ્રોની સ્થાપના કરી છે. જેથી નાગરિકો સુધી સરકારી યોજનાઓની જાણકારી, યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન ફોર્મ ભરવાની સુવિધા અને અન્ય ઓનલાઇન સર્વિસના લાભ પહોચાડી શકાય. જન સુવિધા કેન્દ્રથી નાગરિકોને તો સુવિધા મળે છે પણ તેનાથી રોજગાર પણ પ્રાપ્ત થાય છે. કારણ કે ઘણા બંધા નાગરિકોએ પોતાનું જન સુવિધા કેન્દ્ર સ્થાપ્યું છે.

જો તમે 10મુ કે 12મુ પાસ છવો તો તમે પણ તમારું પોતાનું જન સુવિધા કેન્દ્ર ખોલી રોજગાર પ્રાપ્ત કરી શકો છો. ફકત તમારી પાસે સામાન્ય કમ્પ્યુટરનું નોલેજ હોવું આવશ્યક છે. આ આર્ટીકલના માધ્યમથી તમારે CSC Digital Seva kendra કેવી રીતે ખોલવું તેની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. જન સુવિધા કેન્દ્ર ખોલવા માટે જરૂરી લાયકાત, પુરાવા અને જરૂરી ઉપકરણ ની જાણકારી આપેલ છે.

જન સુવિધા કેન્દ્ર ખોલવા માટે જરૂરી સાધનો

પેલા ચેક કરો કે જન સુવિધા કેન્દ્ર ખોલવા માટે નીચે મુજબના સાધનો તમારી પાસે છે કે નહીં?

  • બે અથવા બે થી વધુ કમ્પ્યુટર
  • પ્રિન્ટર
  • RAM
  • હાર્ડ ડિક્સ
  • ઇન્ટરનેટ કનેક્શન વગેરે…

CSC Digital Seva kendra ખોલવા માટે જરૂરી લાયકાત

જન સુવિધા કેન્દ્ર ખોલવા માટે આવેદન કરતાં પહેલા નીચે મુજબની યોગ્યતા તમારી પાસે હોવી આવશ્યક છે.

  • ભારતના મૂળ નિવાસી હોવા જોઈએ.
  • તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
  • તમે ધોરણ 10 કે ધોરણ 12 પાસ હોવા જોઈએ.
  • કમ્પ્યુટરનું સામાન્ય નોલેજ હોવું જોઈએ.

જન સુવિધા કેન્દ્ર ખોલવા માટે જરૂરી પુરાવા

જો તમે CSC Digital Seva kendra માટે આવેદન કરવા ઈચ્છો છો તો તમારે નીચે મુજબના પુરાવા તૈયાર રાખવા જરૂરી છે.

  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • મોબાઈલ નંબર
  • નિવાસ પ્રમાણ પત્ર
  • શૈક્ષણિક યોગ્યતા પ્રમાણ પત્ર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • ઈમેલ આઈડી
  • બેન્કની પાસબુક
  • જન્મ તારીખનો દાખલો
  • સીએસસી સેન્ટરનો ફોટો વગેરે

જન સુવિધા કેન્દ્ર ખોલવા માટે આવેદન કેવી રીતે કરશો

જન સુવિધા કેન્દ્ર નું સંચાલન ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. જેના માટે મંત્રાલયે એક ઓફિશ્યલ વેબસાઇટ લોન્ચ કરી છે. આ પોર્ટલ પર તમે પોતાને ગામ સ્તરીય ઉદ્યોગી ના રૂપમાં રજીસ્ટર કરાવી તમે જન સુવિધા કેન્દ્ર (CSC Digital Seva kendra) ખોલી શકો છો. રજીસ્ટ્રેશન કેવી રીતે કરશો તેની જાણકારી નીચે આપવામાં આવી છે.

  • સૌપ્રથમ તમારે CSC Registraton કરવું પડશે જેના માટે ઓફિશ્યલ વેબસાઇટ https://digitalseva.csc.gov.in/ ને ઓપન કરો.
  • ઓફિશ્યલ વેબસાઇટના Home page માં આપેલ ‘Apply’ બટન પર ક્લિક કરો.
  • ત્યાર બાદ ‘TEC Certificate’ નો વિકલ્પ મળશે તેના પર ક્લિક કરો.
  • એટેલે એક નવું પેજ ખુલશે તેના ‘Login With Us’ વિકલ્પ પર ક્લિક કરો.
  • ત્યારબાદ ‘Certificate Course in Entrepreneurship’ નો ઓપ્શન હશે તેના પર ક્લિક કરો.
  • હવે તમે Registraton ફોર્મ પર આવી ગયા છો, ત્યાં માંગેલી માહિતી ધ્યાનથી ભરો અને છેલ્લે આપેલ સબમિટના બટન પર ક્લિક કરો.
  • હવે ફરી એક નવું પેજ ઓપન થશે તેમાં Rs. 1,479 રૂપિયાની ફી રાશી ભરવાનું કહેવામા આવશે.
  • ફી ભર્યા બાદ તમને તમારી રસીદ મળશે અને તમારી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી થઈ જશે.
  • રજીસ્ટ્રેશન થયા પછી તમારે ફરી હોમ પેજ આવવાનું રહેશે ત્યાં Certificate Course in Entrepreneurship (CCE) અંતર્ગત આપેલ Login ઓપ્શન પર ક્લિક કરો.
  • ફરી એક Interface ખુલશે, તેમાં તમારો TEC નંબર મળશે અને તે નંબર ને Save કરી લેવો.
  • ફરી તમારે ઓફિશ્યલ વેબસાઇટના હોમ પેજ પર જવાનું રહેશે અને ત્યાં Apply ટેબ પર ક્લિક કરી New Registraton પર ક્લિક કરો.
  • ત્યાર બાદ ફરી એક નવું પેજ ખુલશેતેમાં “Select Apllication type” ની અંદર CSC VLE ઓપ્શન પસંદ કરો તેમાં TEC Number નાખો અને Captcha code નાખી સબમિટ પર ક્લિક કરો.
  • હવે તમારે OTP વેરિફાઇ કરી ‘Proceed’ પર ક્લિક કરો.
  • સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે તેમાં થોડી માહિતી માંગી હશે તે ભરી સબમિટ કરો.
  • ત્યાર પછી ફરી OTP વેરિફાઇ કરી તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અપલોડ કરો.
  • પછી એપ્લીકેશન ફોર્મ ખુલશે તેમાં જરૂરી પ્રશ્નો પુછવામાં આવશે તેનો જવાબ ધ્યાનપૂર્વક દેવો.
  • પછી જરૂરી ડૉક્યુમેન્ટ અપલોડ કરી સબમિટ પર ક્લિક કરો.
  • ત્યાર બાદ ઓનલાઇન આવેદનની એક રસીદ મળશે તેની ઝેરોક્ષ કાઢવી અને તેની સાથે બેન્ક પાસબુક, પાનકાર્ડ અને એપ્લીકેશન ફોર્મને તમારા વિસ્તારના DM પાસે જમા કરાવાનું રહેશે.

નિયમિત અમારા લેખો તમારા WhatsApp માં મેળવવા માટે નીચે આપલે બટન પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવ

Leave a Comment