PM Kisan Yojana 19th Payment Status : પીએમ કિસાન યોજનાના ખેડૂતોને 22000 કરોડની ભેટ, તમને મળ્યા કે નહીં આવી રીતે સ્ટેટ્સ ચેક કરો

PM Kisan Samman Nidhi 19th Installment Release: પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો જમા થયો છે. પીએમ નરેન્દ્ર મોદીએ 9.8 કરોડ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 22000 કરોડ રૂપિયા જમા કર્યાના ઘોષણા કરી છે. તમને હપ્તો મળ્યો કે નહીં આવી રીતે સ્ટેટ્સ ચેક કરો

PM Kisan Installment: પીએમ કિસાન યોજનાના ખેડૂતોને 22000 કરોડની ભેટ, તમને મળ્યા કે નહીં આવી રીતે સ્ટેટ્સ ચેક કરો

PM Kisan Samman Nidhi Yojana: પીએમ કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતોની આવક વધારવા માટે વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી. (Photo: @pmkisanyojana)

PM Kisan Samman Nidhi 19th Installment Release: પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપતો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના ભાગલપુર જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન ખેડૂતોના બેંક ખાતામાં પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો જમા કરાયાની જાણકારી આપી હતી. ખેડૂતોની આવક વધારવા માટે 6 વર્ષ પહેલા પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી, જે હેઠળ દર ચાર મહિને સરકાર ખેડૂતોને 2000 રૂપિયા સહાય આપે છે.

PM Kisan 19th Installment Release: 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં 22000 કરોડ જમા

પીએમ કિસાન સન્માન યોજનાના 19માં હપ્તામાં 9.8 કરોડ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 22000 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે, 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં કુલ 22000 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. પીએમ કિસાન યોજનાના 18માં હપ્તા વખતે લાભાર્થીઓની સંખ્યા 9.6 કરોડ હતી, જે વધી ગઇ છે. સરકારે પીએમ કિસાન સન્માન યોજના હેઠળ અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં કુલ 3.68 કરોડ રૂપિયા જમા કર્યા છે.

તમને જણાવી દઇયે ખેડૂતોને આર્થિક સહાય કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2019માં પીએમ કિસાન સન્માન યોજના શરૂ કરી હતી, જે દુનિયાની સૌથી મોટી ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર સ્કીમ છે. આ યોજનાથી ખેડૂતોને ખેતી કરવા માટે જરૂરી ખાતર બિયારણ ખરીદવામાં આર્થિક સહાય મળી રહે છે.

PM Kisan Installment Status Check : પીએમ કિસાન યોજનાનો હપ્તો જમા થયો કે નહીં? આ રીતે ચેક કરો

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થયો છે. જો તમે જાણવા માંગતા હોવ કે પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો તમારા બેંક ખાતામાં આવશે કે નહીં, તો તમે અહીં આપેલા પગલાંની મદદથી સ્થિતિ ચકાસી શકો છો.

  • સ્ટેટ્સ ચેક કરવા માટે, તમારા મોબાઇલ કે કોમ્પ્યુટરમાં સૌથી પહેલા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in ઓપન કરો
  • અહીં તમને ઘણા બધા વિકલ્પો દેખાશે, પરંતુ જ્યારે તમે થોડું નીચે સ્ક્રોલ કરશો, ત્યારે તમને ‘Know Your Status’ વિકલ્પ દેખાશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
  • હવે, અહીં તમારો પીએમ કિસાન યોજનાનો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરો.
  • જો તમને તમારો પીએમ કિસાન યોજનાનો રજિસ્ટ્રેશન નંબર યાદ ન હોય તો તમારે Know your registration no પર ક્લિક કરો. તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે અને અહીંથી તમે આ નંબર જાણી શકો છો.
  • પછી તમને સ્ક્રીન પર કેપ્ચા કોડ દેખાશે જે તમારે અહીં દાખલ કરવાનો રહેશે.
  • હવે તમારે Get Details બટન પર ક્લિક કરવાનું રહેશે, અહીં તમે જાણી શકશો કે પીએમ કિસાન યોજનાનો હપ્તો તમારા બેંક એકાઉન્ટમાં જમા થયો છે કે નહીં.

જે ખેડૂતોને પીએમ કિસાન યોજનાના હપ્તાનો લાભ મળશે તેમણે 3 કામ પૂર્ણ કરવાના રહેશે

  • ઈ-કેવાયસી
  • જીઓ-વેરિફિકેશન
  • આધારને બેંક ખાતા સાથે લિંક કરવું

Important Links Click Here

PM Kisan Yojana 19th Payment Status View

જો તમે e-KYC કર્યું હોય તો તમને લાભ મળી શકે છે. ઈ-કેવાયસીની સાથે, તમારે જમીન ચકાસણીનું કામ પણ કરાવવું પડશે. તેમા ખેડૂતની જમીનની ચકાસણી કરવામાં આવે છે. ઈ-કેવાયસી અને જીઓ-વેરિફિકેશન પછી, આધાર લિંકિંગ કરવામાં આવે છે જેમાં આધાર કાર્ડને તમારા બેંક ખાતા સાથે લિંક કરવું જરૂરી છે.

Click Here For Daily News

Post a Comment

Previous Post Next Post
SKIP AD